Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અરવલ્લીના મેઘરજમાં તાલિબાની સજા : યુવતીના અપહરણ કરવા આવ્યાની આશંકાએ યુવકને ઝાડ સાથે બાંધીને માર માર્યો

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અરવલ્લીમાં વધુ એક યુવકને કેટલાક લોકોએ તાલિબાની સજા કરી હોવાની ઘટના બની છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના હોવાનું માનવામાં આવે છે

 . આ યુવક એક યુવતીનું અપહરણ કરવા આવ્યો હોવાની આશંકાને લઈ સ્થાનિકોએ તેને ઝાડ સાતે બાંધી દીધો હતો અને બાદમાં તેને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(9:42 pm IST)