Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજકોટમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ખુર્શીદ અહેમદ મુકાયા : જૂનાગઢ રેન્જ વડા સુભાષ ત્રિવેદીની બોર્ડર રેન્જમાં : જૂનાગઢના નવા રેન્જ વડા તરીકે સીઆઈડીનાં મનિન્દર પ્રતાપ સીઘ : આઈબી વડા તરીકે મનોજ શશીધર : 25 આઇપીએસ અધિકારીઓ બદલાયા :જામનગર ગ્રામ્ય,દેવભુમિ દ્વારકા અને માંગરોળના એએસપી સહીત ચારને બઢતી : બહુચર્ચિત સુરત પોલીસ કમિશનર પદ માટે અંતે આર બી બ્રહ્મભટ્ટ ,અમદાવાદ શહેર ક્રાઇમનો હવાલો અજય તોમરને ,મનોજ શશીધરને ગુપ્તચર બ્યુરોનો વધારાનો હવાલો સુપ્રત

રાજકોટ : ગૃહ મંત્રાલયના એડિશનલ ચીફ સેક્રેટરી દ્વારા લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી,તેવા આઇપીએસ કક્ષાના સિનિયર-જુનિયર અધિકારીઓની બદલીઓનો હુકમ મોડીસાંજે બહાર પડ્યો છે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનરની ખાલી જગ્યા પર ભૂતકાળમાં રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા ખુર્શીદ અહેમદ ,જૂનાગઢના રેન્જ વડા સુભાષ ત્રિવેદીને બોર્ડર રેન્જ વડા જયારે તેમની બદલીથી ખાલી પડેલી જગ્યા પર સીઆઈડીનાં મનિન્દર પ્રતાપ  સિંઘની પસંદગી થઇ છે

  અન્ય જે હુકમો થયા છે તેમાં લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી સંજય શ્રીવાસ્તવને આર્મ્ડ યુનિટ ,સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજીને અમદાવાદ શહેર ક્રાઇમની જગ્યા અપગ્રેડ કરીને સ્પેશિયલ પોલીસ કમિશ્ર્નર તરીકે મુકવામાં આવ્યા છે

   આર્મ્ડ યુનિટના ડો,સમશેરસિંહને સીઆઇડી ક્રાઇમમાં ,એડિશનલ ડીજી ઈન્કવાયરી ડો ,કે, એલ ,એન, રાવને મોહન જ્હાની નિવૃત્તિથી ખાલી પડેલી જેલવડાની જગ્યા પર ,પંચમહાલ રેન્જના એડિશનલ ડીજી કક્ષાના રેન્જ વડા મનોજ શશીધરને ગુપ્તચર વિભાગનો વધારાનો હવાલો , સુરતના પોલીસ કમિશનર તરીકે અમિતભાઇ શાહના ખુબ જ વિશ્વાસુ એવા આઈબીના આર,બી,બ્રહ્મભટ્ટને મુકવામાં આવ્યા છે

   સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર એવા હરિકૃષ્ણ પટેલને ડીજી એડમનનો હવાલો આપવામાં આવ્યો છે બોર્ડર રેન્જવડા ડીબી વાઘેલાને એસીબીમાં એડિશનલ ડાયરેક્ટર પદે ,પોલીસ એકેડમીના નિપૂર્ણા તોરવડેને અમદાવાદ સિટીમાં સેક્ટર ટુ માં ,અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર ટુ ,એમ,એસ,ભરાડાને પંચમહાલ રેન્જ,મહેસાણા એસપી નિલેશ ઝાઝડિયાને રેલવેમાં,વડોદરા રૂરલના તરુણ કુમાર દુગલને બનાસકાંઠામાં,વડોદરામાં ઝોન-4ના ડીસીપી સરોજકુમારીને 

  વડોદરામાં જ હેડ ક્વાર્ટર અને એડમિશનટ્રેશનમાં. સુરત શહેર ટ્રાફિકના ડીસીપીને એસપી વડોદરા રૂરલપદે ,વડોદરાના હેડ ક્વાર્ટર અને એડ્મીનીસ્ટ્રેશન ડીસીપી મનીષસિંગને મહેસાણા એસપી ,અમદાવાદ ઝોન-5ના ડીસીપી અક્ષરરાજ મકવાણાને પાટણ એસપી,વડોદરા , વડોદરા ડીસીપી આર,ટી , સુસરાને ગાંધીનગર સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં મુકવામાં આવ્યા છે

   એએસપી કક્ષાના ચાર અધિકારીઓને એસપી તરીકે બઢતી આપાવમાં આવી છે તેમાં નર્મદા ડિસ્ટ્રિક્ટના અચલ ત્યાગીને વડોદરા ડીસીપી ઝોન-4, થરાદના એએસપી અને પાટણના ઇન્ચાર્જ એસપી અજિતરાજનને અમદાવાદ શહેર ટ્રાફિકના ડીસીપીપદે , જામનગર રૂરલના સંદીપ ચૌધરીને વડોદરા ડીસીપી ( ઝોન-2 ) ,દેવભૂમિ દ્વારકાના પ્રશાંત સુમબેને ડીસીપી ટ્રાફિક ( સુરત ) પદે તથા માંગરોળના વસમેસ્તિ રવિ તેજાને અમદાવાદ ઝોન-5 ડીસીપી પદે બઢતી આપી મુકવામાં આવ્યા છે

(8:31 pm IST)