Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

આણંદ એસઓજીએ રવિપુરાની સીમમાંથી છાપો માર્યો: 2.50 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

આણંદ:એસઓજી પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે રવિપુરા સીમમાં આવેલા એક ખેતરમાં છાપો મારીને .૫૦ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અંગે મહેળાવ પોલીસે મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને હકિકત મળી હતી કે, રવિપુરાથી ઘુંટેલી તરફ જવાના રોડ ઉપર આવેલા ખોડીયાર માતાના મંદિર પાસે રહેતા રજનીકાંત ઉર્ફે ગુગો ચીમનભાઈ વાઘેલાના ઘરની પાછળ આવેલા બાજરીના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેથી પોલીસની ટીમે છાપો મારતાં રજનીકાંત ઉર્ફે ગુગો ઝડપાઈ જવા પામ્યો હતો. તેના બાજરીના ખેતરમાં તલાશી લેતાં રોયલ ચેલેન્જની ૨૫ પેટી, મેકડોવેલ્ડ નંબર વનની ૧૯ પેટી તેમજ પાર્ટી સ્પેશ્યલની પેટી સાથે કુલ ૫૨ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ,૪૯,૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.

(6:18 pm IST)