Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મહેસાણાના વડનગરમાં ઘરના છાપરામાં વીંટળાયેલી હાલતમાં અજગર મળી આવતા લોકોમાં ભયનો માહોલ

મહેસાણા: જિલ્લામાં વરસાદ બાદ સરિસૃપો બહાર નીકળવાની ઘટનાોમાં વધારો થયો છે. તેમાં એક વધારે ઉમેરો થયો હતો. રવિવાર સવારે વડનગર ખાતે ગણેશવાસમાં રહેતા જીતુજી બબાજી ઠાકોરના ઘરમાં છાપરામાં વિંટળાયેલી હાલતમાં અજગર પડયો હતો. સવારે કલાકે જીતુજી ઠાકોરે ઉઠીને છાપરામાં કંઈ હલનચલન કરતું હોઈ ત્યાં જોતા એક મોટો સાપ હોવાનું પરિવારના સભ્યોને કહેતા સભ્યો દોડીને બહાર આવ્યા હતા. અંગે જાણ આડોશ-પાડોશમાં થતા લોકોના ટોળા અજગરને જોવા ઉમટી પડયા હતા.

અંગેની જાણ વન વિભાગને કરાતા વનવિભાગના અધિકારી પી.કે.રાજપૂત તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. ઉપરાંત સેવ સ્નેક ગૃપને જાણ થતા સેવ સ્નેક ગૃપના મૌલેશ દવે અને તેમની ટીમ પણ અજગરને રેસ્ક્યુ કરવા ત્વરિત વડનગર પહોંચી હતી. જ્યાં ભારે જહેમત બાદ ફુટ લાંબા ૧૪ કિ.ગ્રા. વજનવાળા અજગરને પકડી વેટરનરી તબીબ પાસે તેનું ચેકઅપ કરાવી તારંગાના જંગલમાં અજગરને મુક્ત કરાયો હતો.

(6:15 pm IST)