Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઊંઝા તાલુકાના કહોડા ગામે રાત્રીના સુમારે યુવાનની પોતાના ઘરમાં અજાણ્યા શખ્સોનો હુમલો: ચપ્પુના જીવલેણ ઘા જીકી હત્યાથી અરેરાટી

ઉંઝા: તાલુકાના કહોડા ગામમાં આવેલા ગઢવાડામાં રહેતા એક ૩૨ વર્ષિય યુવાન રાત્રીના સુમારે પોતાના ઘરની ઓસરીમાં મીઠી નંદર માણી રહ્યો હતો. તે વખતે અજાણ્યા શખસોએ તેની પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખ્યા બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે કહોડા ગામમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાયો હતો. જ્યારે પરિવાર ઉપર જાણે આભ ફાટયું હોય તેમ ભારે આક્રંદ મચાવ્યું હતું.

કહોડાના ગઢવાસમાં રહેતા દિલીપસીંહ વિનુજી રાજપુત ..૩૨ જના વાહનો લેવેચના વ્વવસાય સાથે સંકળાયેલા છે. તેઓ શનીવારની રાત્રીએ પોતાના ઘરમાં આવેલી ઓસરીમાં સુઇ રહ્યા હતા. તે વખતે અંધકારનો મોકો ઉઠાવી અજાણ્યા શખસોએ તેમની ઉપર સશસ્ત્ર હુમલો કર્યો હતો. નીંદર માણી રહેલા દિલીપસિંહના મોઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી દઇ ગંભીર ઇજાઓ કરી હતી. જેના લીધે લોહીલુહાણ હાલતમાં તેમનું ખાટલામાં પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. હત્યાની ઘટના અંગેની જાણ ગ્રામજનોમાં થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ચકચારી બનાવ અંગે મૃતકના ભાઇ ભરતસિંહે ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(6:13 pm IST)