Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગાંધીનગર સે-21માં અમદાવાદના જમીન દલાલને નોટ બદલાવી આપવાની લાલચ આપી ગઠિયા ટોળકીએ 1 લાખનો ચૂનો ચોપડ્યો

ગાંધીનગર:શહેરના સે-ર૧માં આવેલીની ચાની લારી ઉપર બેસવા માટે આવતાં અમદાવાદના જમીન દલાલોને ગઠીયાઓએ એક લાખ રૂપિયાનો ચુનો ચોપડી દીધો છે. ગઠીયાઓએ નોટો બદલવાના બહાને એક લાખ રૂપિયાની સામે ત્રણ લાખ રૂપિયા આપવાનું પ્રલોભન આપી જમીન દલાલને વિશ્વાસમાં લઈ ચિલ્ડ્રન બેંકની નકલી નોટો પધરાવી એક લાખ રૂપિયાનો ચુનો ચોપડી દીધો હતો. ત્યારે સંદર્ભે ગાંધીનગર એલસીબીએ ગણતરીના સમયમાં ગઠીયાઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી કાર સહિત . લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમની પુછપરછમાં ૧ર જેટલા વ્યક્તિઓને પ્રકારે છેતર્યા હોવાનું બહાર આવ્યું હતું

લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે કહેવત ફરીવાર સાબિત થઈ છે. અત્યારે મંદી અને મોંઘવારીના સમયમાં ગઠીયાઓનો રાફડો ફાટયો છે ત્યારે લોકો એકના ત્રણ ઘણા કમાવવાની લાલચમાં મુળ મુડી પણ ગુમાવી રહયા છે. આવી ઘટના ગાંધીનગર શહેરમાં બનવા પામી હતી. શહેરના સે-ર૧ ખાતે આવેલી ચાની લારી ઉપર બેસવા માટે અમદાવાદથી જમીનના દલાલો આવતાં હતા.

(6:12 pm IST)