Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર લકઝરી બસે કારને હડફેટે લીધી: મહિલાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો: ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર :શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવેને પહોળો કરવાનું કામ ચાલી રહયું છે જેના કારણે અકસ્માતના બનાવો વધ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદથી અરવલ્લી લોકાચારે જઈ રહેલા પરીવારની કારને મહુન્દ્રા પાટીયા પાસે લકઝરી બસે અડફેટે લીધી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ગાંધીનગર શહેર નજીક હાઈવે માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે ત્યારે આજે સવારના સમયે પણ લકઝરી બસ અને કાર વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત નીપજયું હતું. ઘટનાની મળતી વિગતો પ્રમાણે અમદાવાદ ખાતે રહેતા લાલજીભાઈ સોમાભાઈ મોડીયા તેમની પત્નિ શર્મિલાબેન તથા દીકરી ક્રેયા તથા તેમના સાસુ ચંપાબેન અને કૌટુંબિકભાઈ મણીલાલ રામજીભાઈ મોડીયા સાથે તેમની કાર નં.જીજે-૦ર-એસી-૨૬૦૩ લઈને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપરથી અરવલ્લી તરફ લોકાચારે જઈ રહયા હતા તે દરમ્યાન મહુન્દ્રા પાટીયા પાસે હિંમતનગર તરફથી આવતી લકઝરી બસ આરજે-ર૦-પીબી-૧૧૯૦ના ચાલકે તેમની કારને અકસ્માત સર્જયો હતો અને જેના કારણે કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી

(6:11 pm IST)