Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતના રિંગરોડ પર 12.19 લાખનું કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ન ચૂકવી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના રીંગરોડની રીજન્ટ ટેકસટાઇલ માર્કેટમાં મધુપ્રિયા ફેશનમાંથી રૃ. 12.19 લાખનો કાપડનો જથ્થો ખરીદી સમયસર પેમેન્ટ નહિ ચુકવી હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપનાર પ્રતિક ક્રિએશનના માલિક પિતા-પુત્ર વિરૃધ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

રીંગરોડ સ્થિત રીજન્ટ ટેકસટાઇલ માર્કેટમાં મધુપ્રિયા ફેશન પ્રા. લિ. અને મંથન ક્રિએશન નામે વેપાર કરતા વિનોદ ચિરંજીલાલ અગ્રવાલ (રહે. સ્પીંગવેલીન્યુ સીટીલાઇટ રોડ) પાસેથી પાંચ વર્ષ અગાઉ કાપડ દલાલ બીપીનકુમાર ઉર્ફે છોટુ ઘનશ્યામદાસ સારદા અને તેના પુત્ર પ્રતિક બીપીનકુમાર સારડા સાથે ધંધાની શરૃઆત કરી હતી. શરૃઆતમાં તમામ પેમેન્ટ સમયસર ચુકવ્યું હતું ત્યાર બાદ વર્ષ 2016 માં પિતા-પુત્રએ પોતાની પ્રતિક ક્રિએશન નામે પોતાની ફર્મ શરૃ કરી હતી.

(6:08 pm IST)