Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતના સરથાણામાં લગ્નનની લાલચ આપી દલાલ સહીત ચાર શખ્સોએ બે યુવાન પાસેથી 2.10 લાખ પચાવી પાડતા ચકચાર

સુરત:સરથાણા યોગી ચોક વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા યુવાન તથા તેના મિત્રને લગ્ન કરાવવાની લાલચ આપી દલાલ અને મહારાજ સહિત ચાર જણાની ટોળકીએ દલાલી પેટે રૃા.2.10 લાખ પડાવી લીધાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાય છે.

સરથાણા યોગી ચોક વિસ્તારની શિવમ રેસીડન્સીમાં રહેતો અને કડિયાકામ કરતો આશિષ મનસુખ ગોંડલીયા (.. 28 રહે. રાણસીકીતા. ગોંડલજિ.રાજકોટ) માસા રતિભાઇ નારણ વાડોદરીયા હસ્તક ભરૃચના સૈયદવાડા નજીક મકતમપુરા ખાતે રહેતા કૌશિકભાઇના ઘરે છોકરી જોવા ગયો હતો. જયાં આશિષનો પરિચય મહારાજ તરીકે ઓળખાતા નાથાભાઇ (રહે. માણસા. જિ. મહેસાણા) અને કરશન મહારાજ (રહે. ભાડભુત રેલ્વે સ્ટેશનની બાજુમાંજિ. ભરૃચ) સાથે થયો હતો. જયાં નાથાભાઇએ મનિષા નામની યુવતી આશિષને બતાવી હતી અને બંનેના લગ્નની આગળ વાતો કરી હતી. પરંતુ તે પહેલા મનિષાના માતા-પિતા ગરીબ હોવાથી તેના પિતાને રૃ.70 હજાર અને પોતાને દલાલી પેટે રૃ.30 હજાર આપવાની માંગણી નાથાભાઇએ કરી હતી.

(6:07 pm IST)