Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વડોદરા નજીક પદમલામાં વિદેશી દારૂનું વેચાણ કરનાર મહિલાની પીસીબીએ ધરપકડ કરી

વડોદરા: શહેર નજીક પદમલા ગામ માળી મહોલ્લામાં રહેતી અને વિદેશી દારૂ વેચતી મહિલાને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, નવરાત્રિ દરમિયાન દારૂની પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે પદમલા ગામ માળી મહોલ્લામાં રહેતી મહિલા લક્ષ્મીબેન રમણભાઇ માળીના ઘરે રેડ પાડી હતી.

પોલીસને પલંગમાંથી મોટી થેલીમાંથી વિદેશી દારૂની ૩૨૦ નાની બોટલો કિંમત રૃપિયા ૩૫,૨૦૦ની મળી આવી હતી. જેથી લક્ષ્મીબેન વિરૂધ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લક્ષ્મીબેન દારૂ ક્યાંથી લાવ્યા હતા ? કેટલા સમયથી ધંધો કરે છે ? તે બાબતે પોલીસે લક્ષ્મીબેનની પૂછપરછ હાથ ધરી છે.

(6:07 pm IST)