Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદના દાણીલીમડામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: પૂર્વ ધારાસભ્યના પુત્ર સહીત અન્ય 5ની રંગે હાથે ધરપકડ

અમદાવાદ:દાણીલીમડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પૂર્વ ધારાસભ્ય   અને હાલમાં  ભાજપના નેતા ગીરીશ પરમારના પુત્ર સહિત પાંચ શખ્સોેને પકડી પાડયા હતા. પુત્રને છોડવવા માટે પિતા સહિત રાજકીય આગેવાનોએ પોલીસ પર દબાણ લાવીને ધમપછાડા કર્યા હતા. જો કે  પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે દાણીલીમડા વિસ્તારમાં આવેલી કમલા નહેરુ સોસાયટી પાસે આવેલી જયકૃષ્ણ સોસાયટી બહાર આજે સાંજે વાગે  રેડ કરી હતી, જ્યાં જાહેરમાં બાંકડા પર બેસીેને જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડયા હતા

(6:05 pm IST)