Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદમાં અધૂરા કામો પાસ કરાવવાની લાલચ આપી ઠગાઈ આચરનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: રાજ્ય સરકારની માં અમૃતમ યોજના અને આયુષ્યમાન યોજના હેઠળની પેન્ડીંગ ફાઈલો કમિશન લઈને પાસ કરાવી આપીશું કહીને ઠગાઈનો પ્રયાસ કરનારા શ્રીપાલ શાહ તથા તેની સાથેની મહિલા વિરૃધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એક ઓર્થોપેડિક ડોક્ટરે યોજનામાં કોઈ એજન્ટ હોવાની જાણ હોવાથી તેમણે આરોગ્ય વિભાગને બંટી બબલી અંગેજાણ કરી હતી.

બનાવની વિગત મુજબ સોલામાં ઓર્થોપેડીક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર પાસે શ્રીપાલ શાહ મહિલાને લઈને આવ્યો હતો. શ્રીપાલે ડોક્ટરને કહ્યું હતું કે તમારી હોસ્પિટલમાંથી મા અમૃતમ યોજના તથા આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે ફાઈલો ગાંધીનગરમાં પેન્ડીંગ પડી છે તે અમે ક્લિયર કરાવી આપીશું. જેના પેટે અમે અમુક ટકા કમિશન લઈશું. તેણે યોજનામાં મારે સેટીંગ છે, એમ પણ કહ્યું હતું.

(6:03 pm IST)