Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ નવરાત્રીની મહેમાન બની પ્રિયંકા ચોપરાઃ સ્કાય ઇઝ પિંક ફિલ્મનું પ્રમોશન કર્યું

અમદાવાદ :રવિવારથી શરૂ થયેલ નવરાત્રિ પર્વને લઇ ખેલૈયાઓમાં પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આયોજકો એ આ વર્ષે વરસાદને લઇ ખાસ નવરાત્રિનું પ્લાનિંગ કરી અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારની ગરબા રમવામાં મુશ્કેલી ના આવે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે નવરાત્રિને પગલે અદાણી શાંતિગ્રામમાં પણ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે પોતાની આગામી ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશનમાં પ્રિયંકા ચોપરાઅમદાવાદ આવી હતી.

11 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે પ્રિયંકા ચોપરા અને કો-સ્ટાર રોહિત સુરેશ શરાફ અમદાવાદના મહેમાન બન્યા હતા. પ્રથમ નોરતે આવનાર પ્રિયંકા ગરબા કરવાનું ચૂકી ન હતી. પ્રિયંકા ચોપરાને પણ ગુજરાતીઓએ ગરબાના સ્ટેપ કરાવ્યા. તેણે દાંડિયાની રમઝટ બોલાવી હતી.

(5:40 pm IST)