Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કાલથી મગફળી ખરીદી માટે ૧૨૪ કેન્દ્રો પર નોંધણી

રાજકોટઃ સરકાર દ્વારા રૂ. ૫૦૯૦ના કવીન્ટલ (૧૦૦ કિલો) લેખે ટેકાના ભાવે મગફળીની ખરીદી થનાર છેઃ તા. ૧ થી ૩૦ ઓકટોબર સુધી નિયત ૧૨૪ કેન્દ્રો પર ઓનલાઈન નામ નોંધણીઃ લાભ પાંચમથી ખરીદી શરૂ થશેઃ દરેક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલોની મર્યાદામાં ખરીદી થશેઃ નોંધણી માટે આધારકાર્ડ ફરજીયાતઃ ખેડૂતે બેંક ખાતાની માહિતી આપવી પડશેઃ ખેડૂતોને નોંધણી બાદ મગફળી વેચવા આવવા માટે એસ.એમ.એસ.થી જાણ કરાશેઃ મગફળીમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૮ ટકા સુધી માન્ય ગણાશેઃ દરેક કોથળામાં ૩૫ કિલો મગફળી ભરવાનીઃ બારદાન પર ખરીદ વર્ષ, પાકનું નામ, ખરીદ કેન્દ્રનું નામ વગેરે દર્શાવવાનું રહેશે

(3:56 pm IST)