Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અચ્છે દિન આયેંગે...... અર્થતંત્ર ફરી પાટે ચડી જશે :મનસુખ માંડવીયા

રાજકોટ તા ૩૦  : મોદી સરકારના નેતૃત્વમાં કેન્દ્રીય નાંણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને કેટલાક ઐતિહાસીક નિર્ણય લીધા છે, જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળ્યું છે એ વાત સાચી છે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળામાં જીડીપી વિકાસદર પાંચ ટકાને સ્પર્શી ગયો છે. પરંતુ આ આંકડા માત્ર પ્રથમ ત્રિમાસીક ગાળાના છે. હજુ બીજા ત્રણ કવાર્ટર બાકી છે, એટલે એ ખોટી હવા ફેલાવવામાં આવી રહી છે કે આ ખુબ મોટી મંદી છે અને કેન્દ્ર સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા માટે ત્વરિત પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. આ ઐતિહાસીક પગલાઓને કારણે અર્થતંત્ર ફરીથી પાટે ચડી જશે અને આવનારા ત્રિમાસીક ગાળામાં જીડીપી વિકાસદર વધતો જોવા મળશે. તેમ કેન્દ્રીય મત્રી શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.

ગત શુક્રવારે ગોવામાં કેન્દ્રીય નાંણામંત્રીએ કરેલી અમુક જાહેરાતોની વાત  કરીએ તો ૨૦૧૪માં ભારત દુનિયામાં સોૈથી વધુ ટેકસ રેટ ધરાવતો દેશ હતો. તેનાથી આપણી કંપનીઓના વિકાસ અને આર્થિક વૃદ્ધિ પ્રભાવિત થતી હતી. વધુ પડતા ટેકસ રેટથી આપણી કંપનીઓને  વૈશ્વિક કંપનીઓ સાથે આગળ વધવામાં અને તેની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં અડચણ ઉભી થતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેકસ ઓછો કરીને ૨૨ ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવી સ્થાનીક મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ  ટેકસ ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે, જેનાથી હવે ભારત સોૈથી વધુ ટેકસ ધરાવતા દેશોને બદલે સોૈથી ઓછો ટેકસ ધરાવતા દેશોમાં સામેલ થઇ ગયો છે.

ટેકસ રેટમાં ઘટાડો કરવાથી કંપનીઓ પાસે વધુ ભંડોળ બચશે, કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ રોકાણ કરવા માટે કરશે, જેને કારણે અર્થવ્યવસ્થામાં વધુ રોજગારીનું સર્જન થશે અને પરીણામે ંઉંચો વિકાસદર તેમજ ઉત્પાદકતામાં વિૃદ્ધ અને આવકમાં વધારો થશે.

(3:41 pm IST)