Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગુજરાતનો વરસાદ ૧૩૬.૬૬ ટકા : રપ૧ પૈકી ર૩૯ તાલુકાઓમાં ર૦ ઇંચથી વધુ

રાજયમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૧પ૮ ઇંચઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૮પ ઇંચ વિસાવદરમાં

રાજકોટ, તા., ૩૦: ગુજરાતમાં સતત ચાલુ રહેલા વરસાદથી વધુ વરસાદનો વિક્રમ સર્જાવા તરફ ગતી છે. રાજયમાં આજે સવાર સુધીમાં ૧૧૧પ.૧૮ મીલીમીટર (૪૬ ઇંચ) વરસાદ પડી ગયો છે. મોસમના કુલ વરસાદનો ૧૩૬.૬૬ ટકા વરસાદ થઇ ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ ૧પ૮ ઇંચ વરસાદ ઉંમરપાડામાં થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૮પ ઇંચ વરસાદ વિસાવદર પંથકમાં નોંધાયો છે.

તમામ ઝોનમાં મોસમનો વરસાદ ત્રણ આંકડા વળોટી ગયો છે. સૌરાષ્ટ્રમાં ૧૪૪.૯૯, ઉતર ગુજરાતમાં ૧૦૬.પ૩, મધ્યમાં ૧ર૪.૩૯, દક્ષિણ ગુજરાતમાં ૧૪ર.૪પ અને સૌથી વધુ ૧૭ર.૪૪ ટકા વરસાદ કચ્છમાં પડયો છે. આજે પણ રાજયના રપ૧ પૈકી ૧૧૮ તાલુકાઓમાં વરસાદ છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને નુકશાન થયું છે. વરસાદ હજુ અટકવાનું નામ લેતો નથી. આજે સવારથી બપોર સુધીમાં કેશોદમાં ર ઇંચ, મોરબીમાં દોઢ ઇંચ, હળવદ અને ટંકારામાં ૧-૧ ઇંચ વરસાદ પડયો છે. ગઢડામાં ૧ ઇંચ, વાંકાનેર-ચોટીલામાં પોણો-પોણો ઇંચ જેટલો વરસાદ થયો છે. ઉના-લીલીયા-માણાવદરમાં  આજે સવારમાં અડધો-અડધો ઇંચ પાણી પડી ગયું છે. માળીયા હાટીના, મેંદરડા, દસાડા, સાયલા વગેરેમાં આજે સવારમાં જોરદાર ઝાપટા પડયા છે.

કયાં કેટલો  વરસાદ?

     ઝોન

   ટકા

 સૌરાષ્ટ્ર

  ૧૪૪.૯૯

 ઉતર ગુજરાત

  ૧૦૬.પ૩

 મધ્ય ગુજરાત

  ૧ર૪.૩૯

 દક્ષિણ ગુજરાત

  ૧૪ર.૪પ

  કચ્છ

  ૧૭ર.૪૪

(11:54 am IST)