Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

૬ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસની ઉમેદવારી

થરાદમાં શંકર ચૌધરી અને શૈલેષ પટેલની ખેંચતાણમાં જીવરાજ પટેલને તક મળી ગઇ : અલ્પેશ-ધવલસિંહને એની જ બેઠકમાં ફરી ટીકીટઃ કોંગીના બે ઉમેદવારોની યાદી બપોર પછી જાહેર થઇ

રાજકોટ તા. ૩૦ : ગુજરાતની વિધાનસભાની ૬ બેઠકોની પેટાચુંટણી માટે આજે બીજા શરતે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આજે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી કરી રહ્યા છે. ભાજપને તમામ ૬ ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ૪ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે બપોરે વધુ બે નામ રાધનપુરમાં  રઘુભાઇ દેસાઇ અને ખેરાલુમાં બાબુજી ઠાકોરેન ઉમેદવાર જાહેર કર્યા છે.

૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા માટે ે ભાજપાના ઉમેદવારો સાથે  મંત્રીશ્રીઓ તથા અગ્રણીશ્રીઓ ઉમેદવારીપત્ર ભરવા જઇ રહ્યા છે.  રાધનપુર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, મંત્રીશ્રી દીલીપજી ઠાકોર, વાસણભાઈ આહીર, રણછોડભાઈ રબારી તથા અરજણભાઈ રબારી ઉપસ્થિત રહેશે.ખેરાલુ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ,મંત્રીશ્રી વિભાવરીબેન દવે,સંગઠન પ્રભારીશ્રી જગદીશભાઈ પટેલ તથા શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. થરાદમાં  મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વરભાઈ પરમાર,ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ તથા બનાસકાંઠાના સંગઠન પ્રભારીશ્રી દુષ્યંતભાઈ પંડ્યા તથા બાયડ ખાતે મંત્રીશ્રી પ્રદીપસિંહ ચુડાસમા,મંત્રીશ્રી રમણભાઈ પાટકર,પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા તથા પ્રદેશ મંત્રીશ્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહેશે. લુણાવાડા ખાતે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ,શ્રી જયદ્રથસિંહ પરમાર,શ્રી બચુભાઈ ખાબડ,શ્રી જશવંતસિંહ ભાંભોર,પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે. અમરાઈવાડી ખાતે મંત્રીશ્રી આર.સી.ફળદુ,શ્રી કૌશિકભાઈ પટેલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ.કે.જાડેજા ઉપસ્થિત રહેશે.દરેક જગ્યાએ સ્થાનિક જીલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,પ્રદેશ અગ્રણીશ્રીઓ તથા જીલ્લાના આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

(4:28 pm IST)