Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

કટોસણ રોડ (સુંવાળા) ખાતે ધોરણ-10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહીત કરાયા

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ:  ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણ રોડ (સુંવાળા) ખાતે આયોજિત કાર્યક્રમમાં  ધોરણ-10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત આગેવાનો, મહેમાનો સહીતના લોકો દ્વારા અભિનંદન પાઠવીને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી હતી.

       વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે,  શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણા સંચાલિત મુ. કટોસણ રોડ (સુંવાળા) ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ મા હાજરી આપી અને તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતુ. સર્વે તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન. આપ્યા હતા 

(11:24 am IST)