Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નવરાત્રીમાં બિન-હિંદુ લોકો આયોજનમાં સ્થળ પ્રવેશ ના કરી શકે તે માટે આધારકાર્ડ અનિવાર્ય: બજરંગદળ

બિન હિંદુઓ બાઉંસરોની નિયુક્તિ કરવાથી પણ બચે.: આયોજકોને ખુલ્લો પત્ર

અમદાવાદ : બિન હિંદુ સમુદ્દાયના લોકો ગરબા કાર્યક્રમમાં પ્રવેશી શકે નહીં તે માટે આધારકાર્ડ અનિવાર્ય કરવાની માગણી બજરંગ દલ દ્વારા કરવામાં આવી છે.

 અહેવાલ મુજબ બજરંગ દલ દ્વારા જે હિંદુ નથી તેની જાણકારી મેળવવા માટે પ્રવેશ સ્થળે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

   સંગઠન દ્વારા આયોજકને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે બિન-હિંદુ લોકો આવે છે અને ગરબા જેવા કાર્યક્રમમાં સામેલ થઈને મહિલાઓની સાથે છેડછાડ કરે છે

  બજરંગ દળના મીડિયા સંયોજક એસ કૈલાશ દ્વારા કહેવામાં આવ્યું કે અમે ઈવેન્ટ આયોજકને કહ્યું છે કે તેઓ બિન-હિંદુ લોકો આયોજનના સ્થળે પ્રવેશ ના કરી શકે તે માટે આધારકાર્ડ અનિવાર્ય કરે છે અને બિન હિંદુઓ બાઉંસરોની નિયુક્તિ કરવાથી પણ બચે.

આ સિવાય વિવિધ ગરબા કાર્યક્રમમાં બજરંગ દળની ટીમો હાજર રહેશે અને આ પ્રકારનો કોઈ મામલો સામે આવે તો તાત્કાલિક કાર્યવાહી કરશે. આમ આ નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે.

(11:51 pm IST)