Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.જેમાં  થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂત, બાયડ બેઠક પરથી જસુભાઈ પટેલ, અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને લુણાવાડા બેઠક પરથી ચૌહાણ ગુલાબસિંહને કૉંગ્રેસે ટિકિટ આપી છે.

આ ચારેય બેઠકો પર 21 ઑક્ટોબરે ચૂંટણી યોજાશે, જ્યારે 24મી ઑક્ટોબરે પરિણામ જાહેર કરાશે. પેટાચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક સાથે જ યોજાશે.

(8:20 am IST)