Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વલસાડના સંજાણ આઉટપોસ્ટના હેડ કોન્સટેબલ અને જીઆરડી 15 હજારની લાંચ લેતા ઝડપાયાં

ફરિયાદી પાસે કેસ ન કરવા માટે 40 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી

વલસાડના સંજાણ  આઉટપોસ્ટના હેડ કોન્સટેબલ અને જીઆરડી જવાનને 15 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયાં છે.

 આ અંગે મળતી વિગત મુજબ સંજાણમાં ભંગારનો ધંધો કરતાં એક વ્યકતિએ એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર લાંચ અંગેની ફરિયાદ કરી હતી. જેમાં સંજાણ આઉટ પોસ્ટમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ કમલેશ તાંદલેએ આ ડ્રમ ચોરી ના હોય તેવું કહી ફરિયાદી પાસે કેસ ન કરવા માટે 40 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું

  . દરમિયાન હેડ કોન્સટેબલ વતી લાંચના 15 હજાર રૂપિયા લેવા આવેલો જીઆરડીનો જવાન આબાદ ઝડપાય ગયો હતો. વલસાડ એસીબીએ કોન્સટેબલ અને જીઆરડીના જવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:26 pm IST)