Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

યાત્રાધામ અંબાજી મંદિરમા ઘટ સ્થાપના વિધિ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યોજાઈ: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી મંદિર ટ્રસ્ટ સોશીયલ મીડિયા પેજ પર ઘટ સ્થાપન વિધિ લાઈવ કરવાનું ભૂલી ગયું!

અંબાજી :  જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને ભારત દેશ નું સૌથી મોટું શક્તિપીઠ છે આ ધામ 51 શક્તિપીઠમા અનેરું મહત્વ ધરાવે છે આ ધામ રાજસ્થાન અને ગુજરાત સીમા ઉપર અરાવલીના પહાડો પર વસેલુ છે આજ થી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પણ ઘટ સ્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી યોજાઈ  હતી. આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા આજે વરસાદ પણ હોઈ હોઈ માતાજી ના ભક્તો ની ભારે  જોવા મળી હતી આજે વહેલી સવારે મંગળા આરતી થઇ હતી જેમા પણ ભક્તો દર્શન કરવા આવ્યા હતા

આજે અંબાજી મંદિર મા માતાજી ના વાઘ પાસે ઘટ સ્થાપન વિધિ અંબાજી ના વિદ્વાન બ્રાહ્મણો અને ભટ્ટજી મહારાજ ના સહયોગ થી વિધિ થઇ હતી જેમા કોટેશ્વર ખાતે થી જળ લાવી આ વિધિ થઇ હતી સૌ પ્રથમ વાર શુદ્ધ માટી મા ઝવેરા મૂકી માતાજી નું આહવાન કરવામાં આવ્યું હતુ આ વિધિ મા મંદિર ના કર્મચારીગણ પણ જોડાયા હતા આ ઘટ સ્થાપન વિધિ મા માતાજી નું સ્મરણ અને સ્થાપના થાય ત્યારે પવિત્રતા નું  ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ વિધિ પૂર્ણ થયા બાદ માતાજી ને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને માતાજી ની આરતી પણ કરવામાં આવી હતી આજે અંબાજી મંદિર ના ચાચર ચોક મા વરસાદ વરસતો હોવા છતાં માતાજી ના ભક્તો ગરબે ઘૂમ્યા હતા આજે મોટી સંખ્યા મા ભક્તો આવ્યા હતા આ સાથે આજે ગબ્બર પર્વત ઉપર પણ ઘટ સ્થાપના વિધિ થઇ હતી અંબાજી 51 શક્તિપીઠ મા અનેરું મહત્વ ધરાવે છે,આજે અંબાજી મંદિર મા ઘટ સ્થાપન વિધિ મા હિસાબી અધિકારી પ્રજાપતિ સાહેબ ,દેવાંગભાઈ ઠાકર ,તન્મય ભાઈ ઠાકર ,સતીશ ભાઈ ગઢવી ,હરદાસ ભાઈ પરમાર સહીત વિદ્વાન બ્રાહ્મણો હાજર રહ્યા હતા

  ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર મા આજે પ્રથમ નોરતુ અને રવિવાર હોઈ ભારે ટ્રાફિક ઝામ થઇ ગયુ હતુ ,અંબાજી મંદિર મા આજે તમામ તરફ ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું સાથે અંબાજી ના બજારો મા પણ ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું ,અંબાજી ના હાઇવે તરફ ના માર્ગો ઉપર લોકો આમતેમ ગાડીઓ પાર્ક કરી જતા રહેતા ભારે અવ્યસ્થા સર્જાઈ હતી પોલીસ પણ આટલા ટ્રાફીક હટાવવા માટે ખુબ મહેનત કરી હતી પણ ટ્રાફિક વધુ હોઈ 1 – 1 કલાક સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા

આજે અંબાજી મંદિર મા ઘટ સ્થાપન વિધિ 9 વાગે ની જગ્યા એ છેક 10 વાગે શરુ થઇ હતી ,અંબાજી મંદિર તરફથી નવલા નોરતા મા ઘટ સ્થાપન વિધિ ફેસબુક પેજ અને યુ ટ્યૂબ  પર લાઈવ કરવાનું ભૂલી ગયુ હતુ ,નાનાનાના કાર્યક્રમો મા સોશીયલ  મીડિયા માં માહિતી આપતું અંબાજી મંદિર ટ્રસ્ટ  આજે દશેરા ના દિવસે જ ઘોડો દોડ્યો ન હતો અને વિદેશ માં વસતા ભક્તો આ વિધિ જોઈ શક્યા ન હતા

આજે અંબાજી મંદિર મા પ્રથમ નોરતે 3 લાખ જેટલા ભક્તો માતાજી ના દર્શન કરવા આવ્યા હતા આજે અંબાજી મંદિર માં આવેલા વધારે ભક્તો ની ભીડ થી સિક્યુરિટી સ્ટાફ પણ હેરાન પરેશાન થઇ ગયો હતો ,મંદિર ના તમામ ગેટ ઉપર ભક્તો ની ભીડ જોવા મળી હતી આજે અંબાજી મંદિર મા જીઆઇએસએફએસ ની કામગીરી સુંદર રહી હતી ,આજે પણ અંબાજી મંદિર મા વીઆઈપી ભક્તો વહેલી સવાર થી મોડે સુધી દર્શન કરવા આવ્યા હતા આમ સામાન્ય નાગરિક ને છેક શક્તિદ્વાર થી લાઈન મા ઉભા રહી આ મંદિર ની રેલીંગો માથી પસાર થવુ પડે છે ત્યારે બહાર થી આવતા વીઆઈપી લોકો ના નામે મોટા મોટા લોકો સીધા દર્શન કરવા આવ્યા હતા આ જોઈ બીજા ભક્તો ભારે નારાજ થયા હતા આમ કાયમ માટે અંબાજી મંદિર માંવીઆઈપી દર્શન બંદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

અંબાજી મંદિર ટ્રસ્ટ મા  કાયમી વહીવટદાર ન હોવાના કારણે વહીવટ ખાડે ગયો છે સાથે ઇન્ચાર્જ વહીવટદાર એસ જે ચાવડા છેલ્લા બે વર્ષ થી ઘટ સ્થાપન વિધિ મા હાજર રહ્યા ન હતા આજે પણ ઘટ સ્થાપન વિધિ 9 વાગે ની જગ્યા એ 10 વાગે શરુ થઇ હતી ,આજે આટલી બધી ભીડ હોવા છતાં મંદિર ટ્રસ્ટ ની કામગીરી સંતોષકારક રહી ન હતી.

(9:45 pm IST)