Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં એપલ ફર્નિચરના યુનિટમાં આગ લાગી : ફાયર 6 ગાડીઓ ઘટનસ્થળે પહોંચી

યુનિટમાં લાકડાનું રો મટીરીયલ અને PU ફોર્મના માલમાં આગ; ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી

અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં આવેલા એપલ ફર્નિચરના  યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આ યુનિટમાં લાકડાનું રો મટીરીયલ અને PU ફોર્મના માલમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

(12:16 am IST)