Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજપીપળાના યુવાને પોલીસ વિભાગના અધિકારીઓને અપમાનજનક મેસેજ મોકલતા ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાને રાજ્ય પોલીસ વિભાગના અધિકારીઓને અપમાનજનક મેસેજ કરતા રાજપીપળા પોલીસે આ યુવાન સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજપીપળાના ખત્રીવાડમાં રહેતા અક્ષતકુમાર મુકુલભાઈ ખત્રી વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે આજરોજ તા.29 ઓગસ્ટની સાંજે દાખલ થયેલા ગુનાની વિગતો અનુસાર અક્ષતે તેના મોબાઈલ નંબરથી ગુગલ વેબ બ્રાઉઝર ઉપરથી ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જુદાજુદા અધિકારીઓના નંબરો મેળવી વિભન્સ અને પોલીસ ખાતાની છેબી ખરડાય તેવા અપમાન જનક મેસેઝ મોકલતા આ બાબતે રાજપીપળા પોલીસે અક્ષત ખત્રી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:22 pm IST)