Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્કોડે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન હાથ ધર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા નર્મદા ખાતે સાયબર ક્રાઇમના બનાવ ખૂબ જ બની રહ્યા છે જેને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક હિંમતકર સિંહ લોકોને આ બાબતે સાવચેતી રાખવા માટે  અને લોકોને સમજ આપવા માટે નિર્ભયા સ્કોડ ને કામ સોપ્યું છે.

 હાલમાં જિલ્લા ખાતે મોબાઈલ ફોન ઉપર મેસેજો તથા ફોન કોલ દ્વારા તમને લકી ડ્રો લાગ્યો છે પૈસા ભરો તમને ડબલ પૈસા મળશે તથા ગાડી,મોટરસાયકલ જેવી અનેક લોભામણી સ્કીમ આપવામાં આવે છે ખરેખર આપણે લાલચમાં મોબાઇલ ઉપરથી બેંક ખાતાની તમામ માહિતી આપી દેતા હોઇએ છે તે બાદ ભેજાબાજો તરત જ આપણા ખાતામાંથી રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હોય છે,માટે જિલ્લાના લોકો સાઇબર ક્રાઇમ નો ભોગ ન બને જેથી પોલીસ અધિક્ષકએ નિર્ભયા સ્કોડ ને ગામડે ગામડે જઇ લોકોને આ બાબતે સમજ આપવા કામગીરી સોંપતા નિર્ભયા ટીમ હાલ આ કામગીરી કરી રહી છે.
આ માટે નિર્ભયા સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે .પાઠકે પ્રજાને અનુરોધ કર્યા છે કે આવી કોઈપણ સ્કીમમાં પડવું નહીં તમારા ફોન ઉપર આવો કોઈ મેસેજ કે કોઈ ફોન આવે તરત જ 100 નંબર ઉપર  જાણ કરવી અને કોઈ એ ફોન ઉપર કોઈ માહિતી આપવો નહીં બેંક અથવા તો કોઈપણ સરકારી કચેરી તમારા કોઈપણ માહિતી ફોન ઉપર પૂછતી નથી જેથી ફોન ઉપરથી કોઈને પાનકાર્ડ નંબર આધાર કાર્ડ નંબર બેંક પાસબુક નંબર એટીએમ કાર્ડ નંબર ઓટીપી નંબર કોઇ પણ સંજોગમાં કોઈને બતાવવું નહીં જે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:20 pm IST)