Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજપીપળામા ભુગર્ભ ગટર યોજનામાં તકલાદી કામ થતું હોવાની મહિલા સભ્યની મુખ્ય અધિકારીને રજુઆત

ચીફ ઓફિસરને પત્ર લખી વોર્ડ નંબર 3 ના સભ્ય વૈશાલી બેન માછીએ કામગીરી એસ્ટીમેન્ટ મુજબ થાય છે કે નહી એ બાબતે સવાલ કર્યા: નગરપાલિકા પાસે તમામ સદસ્યોને પ્લાન એસ્ટીમેટની કોપી આપવા ની ચીફ ઓફિસર પાસે લેખિત માંગ કરાઈ: ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ઉપર કોઈ જ નિષ્ણાંત ઇજનેર કે સુપરવિઝનની દેખરેખ ન હોય નગરપાલિકાના સભ્યનો કામગીરીમા હલ્કી ગુણવત્તાનો માલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના પત્રથી નગરપાલિકાના વર્તુળોમાં દોડાદોડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા મા સમાવિષ્ટ એકમાત્ર રાજપીપળા નગરપાલિકા ની કામગીરી  અવારનવાર વિવાદ રહી છે.

રાજપીપળા નગર મા અગાઉ ના શાસકો દ્વારા ત્રણ ત્રણ વાર અમલી બનાવેલ અને કરોડો રૂપિયાની જે યોજના પાછળ આંધણ કરવામાં આવ્યું છે એ ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ફરી એકવાર વિવાદમાં ફસાઇ છે, અને આ વિવાદ નગરપાલિકાના સત્તાધારી ભાજપા નાજ એક મહિલા સભ્યે ઉઠાવતા ભુગર્ભ ગટર યોજના ની કામગીરી તેમજ તેની સફળતા સામે પશ્રો ઉભા કર્યા છે. નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના સભ્ય વૈશાલીબેન માછી એ ચીફ ઓફિસર ને પત્ર લખી યોજનામા થતી તકલાદી કામગીરી ને ઉજાગર કરતા સત્તાધારી ભાજપા ના જ સભય જો યોજના સામે પશ્ર ઉઠાવે તો કયાંક દાળ મા કાળુ જરુર હોય એમ લાગી રહ્યું છે.
વોર્ડ નંબર 3 ના સભ્ય વૈશાલી બેન માછી એ ભુગર્ભ ગટર યોજના ની કામગીરી મા તકલાદી મટિરિયલ વપરાતું હોવાનુ તેમજ કામગીરી પ્લાન એસ્ટીમેટ મુજબ થતી ન હોવાની પણ શંકા વ્યક્ત કરી નગરપાલિકા એ એજન્સી ને કામ શરુ કરવાની પરવાનગી આપી છે ? અને જો પરવાનગી આપી હોય તો કામગીરી પ્લાન એસ્ટીમેટ મુજબ થાય છે કે નહી એ જોવા ની જવાબદારી કોની.?
તેવા સવાલ મુખ્ય અધિકારી ને પૂછ્યા છે.સાથે સાથે અંધેરી નગરી ને ગંડુ રાજા ની જેમ આવા કામો રામ ભરોસે ચાલતાં હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે .
આ મહિલા સભ્ય દવારા તા 18 મી ઓગષ્ટ ના રોજ લખેલા ચીફ ઓફિસર ના પત્ર ની હજી સુધી કોઈ અસર થઈ હોય એમ લાગતું નથી હજી સુધી સભયો એ ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ના પ્લાન એસ્ટીમેટ ની કોપી  લેખિત મા રજુઆત કરી ને તમામ નગરપાલિકાના સભ્યો ને આપવાની માંગ કરાઇ છતાં હજી સુધી નગરપાલિકાના સભ્યો ને આપવામા આવી નથી તેમ જાણવા મળ્યું છે.
ભુગર્ભ ગટર યોજના રાજપીપળા નગરજનો માટે એક સળગતી સમસ્યા છે ત્રણ થી ચાર વાર આ યોજના નિષ્ફળ નીવડેલ છે લોકોના ટેક્ષના કરોડો રૂપિયાનુ આંધણ થયુ છે ત્યારે  હાલ પુનઃ શરૂ કરવામાં આવેલ આ યોજના મા ભ્રષ્ટાચાર ન થાય તકલાદી કામગીરી ન થાય અને યોજના ઉપર સંપૂર્ણ પણે યોગ્ય સુપરવિઝન થાય એ માટે નગરજનો એ પણ જાગૃતિ રાખી તથા નગર પાલિકાના શાસકો એ પણ યોગ્ય દેખરેખ યોજના ની કામગીરી ઉપર રાખવી જરૂરી છે.
આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા એ જણાવ્યું કે આ બેનની રજુઆત બાદ મેં આ બાબતે ઝીણવટભરી તપાસ કરવા અમારા ઇજાનેરને જણાવ્યું છે.

(11:16 pm IST)