Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સુરતમાં ઝડપાયું ભેળસેળ યુક્ત દૂધ બનાવાનું કારખાનું : બાતમીને આધારે પોલીસે કર્યો પર્દાફાશ : 9500 લીટર ભેળસેળયુક્ત દૂધ જથ્થો નાશ કરવામાં આવ્યો

સુરત : સુરતના કરંજ GIDC વિસ્તારની સહેલી ગલીના પ્લોટ નં-6માં રૂપા ટેક્સટોરિયમ નામની કંપનીમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. જેના કારણે શહેરમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. સુરત LCBને આ સમગ્ર મામલે બાતમી મળી હતી. જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી અને 9500 લીટર ભેળસેળયુક્ત દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

ફેક્ટરીમાં જે પણ ભેળસેળ યુક્ત દૂધ બનાવામાં આવતું હતું તે મહારાષ્ટ્રના પાલઘર ખાતે મોકલવામાં આવતું હતું. છેલ્લા 2 વર્ષથી આરોપીઓ આ ભેળસેળ વાળું દૂધ બનાવી રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ફે્કટરીની બહાર રાખેલ દૂધનું ટેન્કર કબ્જે કર્યું છે. સાથેજ ફૂટ એન્ડ ડ્રગ્સ  વિભાગે દૂધના સેમ્પલ વધું તપાસ માટે આગળ મોકલ્યા છે.

(6:12 pm IST)