Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વડોદરા:નજીવી બાબતે યુવક પર લાકડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:મહોલ્લામાં આવવા જવાના રસ્તા પર પથ્થરો મુકનાર યુવકને સમજાવવા  જતા ફળિયાના યુવક  પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગે ઇજાગ્રસ્તે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજવારોડ રામદેવનગરમાં રહેતો જજ્ઞોશ શનાભાઇ તડવી છૂટક મજૂરી કામ કરે છે.જીજ્ઞોશે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું મારા ઘર પાસે હતો.તે સમયે અમારા મહોલ્લામાં રહેતા અમિત  ઉર્ફે બોબી  પરમારને મેં કહ્યું હતું કે,તું છેલ્લા ચાર દિવસથી ફળિયામાં આવવા જવાના રસ્તા પર પથ્થરો મુકે છે તો લોકોને આવવા જવામાં તકલીફ પડે છે.મારી વાત સાંભળીને તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.અને મને  ગાળો બોલી નજીકમાં પડેલી લાકડી લઇને મને ડાબા હાથના બાવડા પર ત્રણ ફટકા મારી દીધા  હતા.મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને  મને વધુ મારમાંથી છોડાવ્યો હતો.અમિત મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.

(4:56 pm IST)