Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વડોદરાના વાઘોડિયા રિંગરોડના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આંઠ તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા : બેન્ક કર્મચારીના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોનાના આઠ તોલા ઉપરાંતના દાગીના ચોરી ગઇ  હતી.સોનાના દાગીના ઉપરાંત ચાંદીના ગ્લાસ અને સિક્કા તથા રોકડા ૧૨ હજાર પણ ચોર લઇ ગયા હતા.

વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર કલ્યાણ બંગ્લોઝમાં  રહેતા પલ્લવીબેન પંકજકુમાર સીંઘના પતિ ગાંધીધામ કચ્છ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરે છે.અને ત્યાં જ રહે છે.પલ્લવીબેન અહીંયા બે બાળકો સાથે રહે છે.ગત તા.૨૬ જુલાઇ ના રોજ પલ્લવીબેન બે બાળકો સાથે સવારે દશ વાગ્યે મકાનને તાળું મારીને ગાંધીધામ ગયા હતા.દરમિયાન ગત તા.૨૧ મી ઓગસ્ટે પાડોશી જીપ્સીકાબેન સોનીએ ફોન કરીને કહ્યું હતું  કે,આપણા બંગ્લોઝમાં કામ કરતા  પિન્કીબેને કહ્યું જણાવ્યું છે કે,પંકજકુમારના ઘરનું તાળું તૂટેલું છે.

આ વાત સાંભળીને પલ્લવીબેન વડોદરા પોતાના ઘરે આવ્યા હતા.ઘરમાં તપાસ કરતા ઉપરના માળે બે  રૃમના દરવાજાને મારેલું લોક તૂટેલું હતું.કબાટમાં મુકેલો સામાન વેરવિખેર હતો.ચોર ટોળકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા  ૧૨ હજાર મળીને કુલ રૃપિયા ૨.૭૯ લાખની મત્તા ચોરી ગઇ  હતી.જે અંગે તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(4:56 pm IST)