Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વડોદરા: પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા: શહેર નજીકના ભાલીયાપુરા  ગામમાં રહેતો અલ્પેશ અરવિંદભાઇ રાઠોડિયા મજૂરી કામ કરે છે.પત્ની સાથે ઝઘડો થતા તેની પત્ની પિયર જતી રહી હતી.જેના કારણે તે સતત ટેન્શનમાં રહેતો હતો.આજે બપોરે બાર વાગ્યે તે માતા-પિતા સાથે ખેતમજૂરી માટે જવાનો હતો.હું થોડીવાર પછી આવુ છું.તમે જાવ તેવું અલ્પેશે  માતા-પિતાને કહેતા તેના માતા  પિતા મજૂરી પર જતા રહ્યા હતા.અલ્પેશ અડધો કલાક સુધી મજૂરી પર નહી આવતા તેના પિતાએ તેને કોલ કર્યો હતો.પરંતુ,અલ્પેશે કોલ પણ લીધો નહતો.જેથી,તેના પિતા ઘરે જોવા માટે આવ્યા હતા.મકાનનો દરવાજો થોડો ખુલ્લો  હતો.પિતાએ નજીક જઇને જોયું તો અલ્પેશ લટકતો હતો.

બનાવ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા  એ.એસ.આઇ.જેસીંગભાઇએ સ્થળ પર જઇને કાર્યવાહી  હાથ ધરી હતી.પોલીસનું અનુમાન છે  કે,પત્ની રિસાઇને પિયર જતી રહેતા ટેન્શનમાં આવીને અલ્પેશે આપઘાત  કર્યો હશે.

 

(4:54 pm IST)