Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સુરતના ડિંડોલી-નવાગામ વિસ્તારમાં પરપ્રાંતીય પરિવારની બે સંતાનની માતા પર ચારિત્ર્ય અંગે શંકા રાખી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો: સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: ડીંડોલી-નવાગામ વિસ્તારમાં પરપ્રાંતિય પરિવારની બે સંતાનની માતાને ચારિત્ર્ય અંગે શંકા રાખી તથા દહેજની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારી ગળે ફાંસો ખાઇ આપઘાત કરવા મજબૂર કરનાર પતિ અને સાસરીયા વિરૂધ્ધ ડીંડોલી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડીંડોલી-નવાગામની નરોત્તમનગર સોસાયટીના પ્લોટ નં. 145 માં રહેતી પ્રિતી સર્વેશકુમાર નિષાદ (ઉ.વ. 22) એ ચાર દિવસ અગાઉ ઘરમાં છતની હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રિતીના લગ્ન વર્ષ 2015માં બરફનો ધંધો કરતા સર્વેશ સાથે થયા હતા અને સંતાનમાં 4 વર્ષની પુત્રી અને દોઢ વર્ષનો પુત્ર છે. પરંતુ નવેમ્બર 2016 બાદથી પતિ સર્વેશ પ્રિતીના ચારિત્ર્ય અંગે શંકા રાખી મારઝૂડ કરતો હતો. ઉપરાંત સસરા નન્હેલાલ નિષાદ, સાસુ ચિતાદેવી નિષાદ અને બે દિયર છોટુ અને પ્રવેશ ઉર્ફે ગુડ્ડુ (તમામ રહે. 14, ઉમીયાનગર-2, નવાગામ-ડીંડોલી) પણ ચારિત્ર્ય અંગે શંકા રાખી અપશબ્દો ઉચ્ચારતા હતા અને દહેજની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારતા હતા. જેથી પતિ અને સાસુ-સસરા તથા દિયરના રોજબરોજના શારિરીક-માનસિક ત્રાસથી કંટાળી પ્રિતીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાસરીયાના ત્રાસને પગલે પ્રિતીએ ભરેલા આત્યાંતિક પગલાથી બે સંતાનોએ માતાનું છત્ર ગુમાવ્યું હતું.

 

(4:53 pm IST)