Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 13 જુગારધામ પોલીસે પકડી પાડયા

ખેડા:જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૩ જુગારધામ પકડાયા છે. તમામ બનાવોમાં કુલ ૮૦ જુગારીઓને પોલીસે ઝબ્બે કર્યા છે અને આશરે ૨,૭૬,૮૦૦ રૂપિયાની કિંમતનો  મુદ્દામાલ કબ્જે લીધે છે. નડિયાદના સલુણ તળપદ ખાતે શંકરપુરા સીમ વિસ્તારમાં સ્થાનિકે પોલીસે બાતમી આધારે દરોડો પાડયો હતો.

જેમાં ૭ ઈસમોને દાવ પરથી રોકડ ૨૦૮૦ રૂપિયા સહિત કુલ ૧૧,૮૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. નડિયાદ શહેરમાં જ એક સોસાયટી પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં જુગાર રમતા ઈસમોને નડિયાદ પશ્ચિમ પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ૧૬ જુગારીઓને દાવ પરથી રોકડ રૂપિયા ૨૨૪૦ સહિત કુલ ૨૨૬૩૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

ડાકોરમાં બોરકૂવા પાસે આવેલા અડારાની ખુલ્લી જગ્યામાં રેડમાં  કુલ ૯ આરોપીઓ દાવ પરથી ૨૧૯૦ની રોકડ સહિત કુલ ૪૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. કઠલાલમાં બગડોલ ચરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં ખુલ્લા ખેતરમાંથી ત્રણ જુગારીઓને દાવ પરથી રોકડ રકમ ૨૦૧૦ સહિત કુલ ૩૪૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. કઠલાલના જ જમની ગામમાં બીલીયાસીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઈસમોને દાવ પરથી રોકડ ૭૬૦ રૂપિયા સહિત કુલ ૨૮૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયા હતા.માતર તાલુકાના લીંબાસી ગામે પોલીસે ચાર ઈસમોને દાવ પરથી રોકડ રૂપિયા ૩૪૦૦ સહિત કુલ ૫૮૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મહેમદાવાદના ભૂમાપુરા ગામે સ્થાનિક પોલીસે બાતમી આધારે રેડ કરી હતી. આ રેડમાં પાંચ ઈસમોને પોલીસે દાવ પર રોકડ રૂપિયા ૧૭૦ સહિત કુલ ૨૬૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મહેમદાવાદના જ કનિજ ગામમાંથી સ્થાનિક પોલીસે ચાર જુગારીઓને દાવ પરથી રોકડ રૂપિયા ૨૬૦ સહિત કુલ ૧૬,૭૭૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. મહુધાના કપરુપુર ગામમાં સ્થાનિક પોલીસે બાતમી આધારે દરોડો પાડયો હતો. જેમાં ચાર જુગારીઓને દાવ પરથી રોકડ ૨૨૦ રૂપિયા સહિત કુલ ૧૭૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

(4:53 pm IST)