Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

બગોદરામાં જુગારધામ પર દરોડા પાડવા ગયેલ પોલીસની ટિમ પર પથ્થરમારો થતા ખળભળાટ મચી જવા પામ્યો

બગોદરા : જુગારધામ પર દરોડા પાડવા ગયેલી બગોદરા પોલીસ પર શિયાળ ગામે પથ્થરમારો થવાની ઘટનાથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. 

અવમદાવાદ જિલ્લા બાવળા ના બગોદરા પોલીસ પેટોલીગ માં હતી ત્યારે શિયાળ ગામે ગોહીલ ફળીમાં જાહેરમાં જુગાર રમાય છે તેવી બાતમીથી સારકારી વાન લઇ બગોદરા પોલીસ રેડ પાડવા ગઈ હતી. જેમા પોલીસવાન જોઈ જુગારીઓ ભાગી ગયા હતા ત્યારે સ્થળ પર પોલીસવાન ઉભી રાખતા એકાએક લોકોનું ટોળુંં આવી કહેવા લાગ્યું કે વારમવાર જુગાર રેડો પાડવા આવો છો તહેવાર બગાડો છો તેમ કહી પોલીસવાન પર પથ્થરમારો કરી વાનના કાચ તોડી નાખી હતા.

પોલીસ જવાનોને જાનથી મારી નાખવાનું કહેવામા આવતા બગોદરા પોલીસે અન્ય પોલીસ બોલાવી ટોળાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી જેમા છ લોકોને પકડી પોલીસે રાયોટીગનો ગુન્હો દાખલ કરી ૧૩થી વધુ લોકો પર ફરીયાદ કરી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી

 

(4:52 pm IST)