Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એક જ દિવસમાં એક સાથે 6 તાળા તૂટતાં ચકચાર મચી જવા પામ્યો

ખેડા:જિલ્લાના ઠાસરા તાલુકામથકમાં એક જ દિવસમાં છ તાળા તૂટતા શહેરમાં ચકચાર મચી છે. શનિવારે રાતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોર ત્રાટકતા લાખો રૂપિયાનો માલસામાન ચોરાયો હોવાની આશંકા જાગી છે. ઠાસરા શહેરમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં, દિવ્ય શાંતિ સોસાયટીના બે બ્લોકમાં, બહુચરાજી મંદિર પાસે આવેલી અમન સોસાયટીના બે મકાનોમાં અને ખ્રિસ્તી ફળિયાના બંધ મકાન પર તસ્કરો ત્રાટક્યા હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડયું છે. 

ઉપરાઉપરી ચોરીના બનાવો બનતા શહેરમાં જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની લોકમાગ પ્રબળ બની છે. શહેરીજનોના જણાવ્યા મુજબ ગઈ કાલે રાતે ઠાસરા શહેરમાં ક્રિષ્ના ટાઉનશીપમાં બંધ ઘર પર ત્રાટકીને ચોરોએ તરખાટ મચાવ્યો હતો. દરવાજાના નકુચા કટરથી કાપીને ઘરમાં પ્રવેશ તસ્કરોએ બેડરૂમની વેરવિખેર કરી નાખ્યો હતો અને લાકડાના કબાટને અસ્તવ્યસ્ત કરી અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. રોકડ ખાસ ન હતી, પણ ૪૦,૦૦૦ જેટલી કિંમતના દાગીના ચોરાયા હોવાનું અડોશપડોશના લોકો જણાવી રહ્યા છે.

 

(4:51 pm IST)