Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 23 શકુનિઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર: જિલ્લામાં શ્રાવણીયો જુગાર પરાકાષ્ઠાએ પહોંચી ચુકયો છે. ઠેકઠેકાણે જુગારીઓ બોર્ડ બેસાડી છેલ્લી ઘડીનો જુગાર રમી લેવાના મુડ છે. પોલીસ પણ બાતમીદારોની મદદથી આવા નાના જુગારીઓને ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે વહીવટદારોની મદદથી ચાલતાં મોટા જુગારધામો હજુ પોલીસ પકડમાં આવી શકયા નથી. ત્યારે કલોલ તાલુકા પોલીસ પલસાણા ગામની પ્રાથમિક શાળા પાછળ જુગાર રમતાં ગામના  અશોકજી માધાજી ઠાકોરઅશોકજી વરસંગજી ઠાકોરશૈષેલજી ઉર્ફે અશોક લક્ષ્મણજી ઠાકોરનિલેશજી ઉર્ફે ગેલાજી ચેલાજી ઠાકોર અને સંજયકુમાર અરજણજી ઠાકોરને ર૮૯૦ની રોકડ સાથે પકડયા હતા તો ડભોડા પોલીસે પણ લીંબડીયા ગામમાં દરોડો પાડીને લીંબડીયાના સંજયજી રામાજી ઠાકોરબદાજી પુંજાજી ઠાકોરરાજેન્દ્રસિંહ વિષ્ણુસિંહ બિહોલા અને સુનિલકુમાર ગાંડાજી ઠાકોરને ૧રર૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તો રણાસણના શંખલપુરા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના પગલે દરોડો પાડીને શૈલેષભાઈ પ્રવિણભાઈ બારોટ રહે.નરોડા રેલ્વે સ્ટેશન સામેમુન્નાજી સોમાજી ઝાલા રહે.રણાસણસન્ની જયંતિભાઈ કટેસીયા રહે.ઠકકરનગરભરતભાઈ ગણેશભાઈ પટેલ રહે.શ્રીગણેશ રેસીડેન્સી કઠવાડાજીગર હરજીવનદાસ પટેલ રહે.શ્રીગણેશ રેસી.કઠવાડા તથા રણાસણના કિરણભાઈ કાંતિભાઈ પંચાલબાબુજી બોરાજી ઠાકોર અને રાજેશભાઈ શંકરસિંહ ચાવડાને જુગાર રમતાં ઝડપી લઈ રર૯૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો અડાલજ પોલીસે શેરથા કસ્તુરીનગર પાસે દરોડો પાડીને કસ્તુરીનગરમાં રહેતાં રણછોડભાઈ આત્મારામ પરમારગણપતભાઈ રતિજી ઠાકોર અને જયંતિજી બાબુજી ઠાકોરને ૩૩૧૦ના મુદ્દામાલ સાથે પકડયા હતા તો કોટેશ્વરના દંતાણીવાસ નજીક જુગાર રમતાં નિલેશ અમરતભાઈ ઠાકોરવિજય રમેશભાઈ પટણી રહે.કૈલાસનગર સાબરમતી અને કોટેશ્વરના સુરેશ ગાભાજી ઠાકોરને ૧૧૯૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જિલ્લામાં હજુએ મોટા જુગારધામો ધમધમી રહયા છે ત્યારે તેની ઉપર કાર્યવાહી કયારે થશે તે જોવું રહયું.

(4:50 pm IST)