Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મહેસાણામાં પાર્ટી પ્લોટમાંથી અજાણ્યા શખ્સે 2.15 લાખની કિંમતના ડેકોરેશનના માલની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

મહેસાણા:શહેરના ગાંધીનગર લીંક રોડ પર આવેલ એક પાર્ટી પ્લોટમાંથી અજાણ્યા શખસો અંદર પડેલ રૃ.૨.૧૫ લાખની કિંમતનો ડેકોરેશનનો માલ-સામાન ચોરી જઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા શોધખોળ આરંભી છે.

મહેસાણામાં ગાંધીનગર લીંક રોડ પર આવેલ લાટીવાલા પાર્ટી પ્લોટ લગ્ન અને સામાજિક પ્રસંગે ભાડે અપાય છે. પરંતુ બે વર્ષથી કોરોનાને કારણે સિઝન ના હોવાથી પાર્ટીપ્લોટ બંધ રહેતું હતું. જેનો લાભ ઉઠાવીને અજાણ્યા શખસોએ અંદર પ્રવેશ કરીને હેલોઝન૩૦૦ મીટર કેબલ વાયરએસી કોમ્પ્રેસરપાઈપના કોક સહિત રૃ.૨.૧૫ લાખની સામગ્રીની ચોરી કરીને નાસી છૂટયા હતા. જેની જાણ પાર્ટી પ્લોટના માલીક સુનીલભાઈ પટેલને થતાં તેમણે આ અંગે મહેસાણા એડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:48 pm IST)