Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ગાંધીનગરમાં એક્ટીવાને ટક્કર મારીને કાર ચાલક ફરાર : માતા પુત્રીનું મોત : પુત્રનો આબાદ બચાવ

પિતાના મોત બાદ UPSCની તૈયારી કરતી દીકરી સહિત માતાનું મોત થતા પુત્ર અનાથ બન્યો

ગાંધીનગરનાં ચ-0 સર્કલથી 500 મીટર દૂર ધોળાકૂવાનાં કટ પાસે કિયા કારના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં એક્ટિવા સવાર માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રનો આબાદ બચાવ થયો હતો. હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પિતાના મોત બાદ UPSCની તૈયારી કરતી દીકરી સહિત માતાનું મોત થતા પુત્ર અનાથ બન્યો છે.

બીજી તરફ ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠાં થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે જણાવ્યું હતું કે, શાહીબાગ ખાતે રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉંમરઃ 47) અને તેમની દીકરી જૈમીની (ઉ. 21) તથા પુત્ર રાહુલ એક્ટીવા લઈને તેમના સંબંધીના ઘરે ગાંધીનગર આવ્યા હતા. યોગિનીબેનનાં પતિનું આશરે એક વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.

બીજી તરફ ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે જણાવ્યું હતું કે શાહીબાગ ગણપત સોસાયટી અમદાવાદ ખાતે રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉંમરઃ 47) અને તેમની દીકરી જૈમીની (ઉ. 21) તથા પુત્ર રાહુલ એકટીવા લઈને તેમના સંબંધીના ઘરે ગાંધીનગર આવ્યા હતા. યોગિનીબેનનાં પતિનું આશરે એક વર્ષ અગાઉ કેન્સરના કારણે અવસાન થઈ ચૂક્યું છે.યોગીની બેન નિવૃત આજીપી એકે પંડ્યાના સાળી હતા.

જૈમિનિ હાલ UPSCની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. જન્માષ્ટમીનો તહેવાર તેમજ જૈમિનિના પરીક્ષાનું મટિરિયલ લેવાનું હોવાથી ગાંધીનગરમાં રહેતા ફોઇનાં ઘરે માતા યોગિનીબેન તેમજ ભાઈ રાહુલ સાથે એક્ટિવા લઈને આવી હતી અને રાત્રીના સમયે માતા-દીકરી અને ભાઈ ઘરે પરત જઈ રહ્યા હતા. કારનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. અકસ્માત કરનાર કિયા ગાડી હતી. હાલમાં ઈન્ફોસિટી પોલીસ સ્થળ પર પહોંચી મૃતકના પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી છે.

(4:16 pm IST)