Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

800 કરોડની ભાડભૂત બેરેજ યોજના 2025 ના અંત સુધીમાં 5322 કરોડમાં યોજના પૂર્ણ થશે

મુખ્યમંત્રીના સલાહકાર બી.એન. નવલાવાલાએ અન્ય અધિકારીઓ સાથે ભાડભૂત બેરજની કામગીરીની મુલાકાત લઈ સમીક્ષા કરી

ભરૂચ જિલ્લાના ઉધોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે PM નરેન્દ્ર મોદીની અતિ મહ્ત્વકાંક્ષી ભાડભુત બેરેજ યોજના હવે સાકાર થવા તરફ આગળ વધી રહી છે. 2017માં વડાપ્રધાને ભૂમિપૂજન કર્યા બાદ DBL ને કોન્ટ્રકટ અપાયો હતો. મુખ્યમંત્રીના સલાહકાર બી.એન. નવલાવાલાએ અન્ય અધિકારીઓ સાથે ભાડભૂત બેરજની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.

2012 માં 800 કરોડ અંદાજાયેલ ખર્ચ સામે 14 વર્ષે 2025 માં ₹5322 કરોડમાં યોજના પૂર્ણ થશે.ભરૂચ જીલ્લાના લોકો માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષ 2025 ના અંત ભાગમાં આ કાર્ય પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે. મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા તેમજ અન્ય અધિકારીઓએ જાત મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી

ભરૂચ જીલ્લાના નદી કાંઠે આવેલ ખેડૂતો તેમજ નાગરિકોને મીઠું પાણી મળી રહે અને દરિયાનું ખારું પાણી નદીમાં ન ભલે તે માટે ભાડભૂત નજીક બેરેજ યોજના આકાર પામી રહી છે. શુક્રવારના રોજ મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા, યોજનાનાના સેક્રેટરી કે.બી.રાબડીયા, સી.ઈ. આર.કે.ઝા, એસ.ઇ. આર.જે.રાવ, જીલ્લા કલેકટર એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, એક્સીક્યુટીવ એન્જીનીયર એચ.કે.કટારીયા, ડી.કે.ગામીત સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અને કામગીરીની સમીક્ષા કરી હતી. ભરૂચ જીલ્લાના ભાડભૂત તરફના છેડેથી આ સમીક્ષાની શરૂઆત કરવામા આવી હતી.

ભાડભૂત બાદ હાંસોટના ઉતરાજ તરફ ટીમ રવાના થઇ હતી અને ત્યાં પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેરેજ બનવાથી દહેજ અને હાંસોટ વચ્ચેનું અંતર પણ ઘટી જશે. બેરેજ ઉપર ચાર માર્ગીય લેન બનાવવામાં આવશે. જેના ઉપરથી વાહનો પસાર થઇ શકશે. આ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ તેને વધુ વેગવંતી બનાવાય તે માટેની પણ સુચના આપવામાં આવી હતી.ભાડભૂત ખાતે દરિયાના ખારા જળને નાથવા જિલ્લાના સૌથી મહત્વના ₹5322 કરોડના પ્રોજેકટનો શિલાન્યાસ 8 ઓકટોબર 2017 માં ભરૂચમાં વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ કર્યો હતો . સરદાર સરોવર ડેમના નિર્માણથી નર્મદા નદીમાં પાણીની આવક ઘટવાના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના 65 કિલોમીટર વિસ્તારમાં દરિયાના ખારા પાણીનું સામ્રાજય છેલ્લા 25-30 વરસોથી જામ્યુ હતું.ભાડભૂત બેરેજ યોજના વર્ષ 2012 થી કાગળ પર દોડી રહી હતી જો કે 15 હજાર માછીમાર પરિવારોના વિરોધના કારણે યોજનામાં વિઘ્નો ઉભા થવા સાથે મુળ ₹ 800 કરોડની આ યોજના 13 વર્ષે 2025માં 6.5 ગણા ખર્ચે પૂર્ણ થાય તેવી શકયતા છે.

 

રાજયમાં મત્સ્ય ઉત્પાદનમાં ભરૂચ જિલ્લાનો હિસ્સો 27.80 ટકા
સુચિત રિપોર્ટમાં રાજયમાં ભરૂચ જિલ્લો મીઠા પાણીનું મત્સ્ય ઉત્પાદનમાં 27.80 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે . જયારે દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો હીસ્સો માત્ર 0.94 ટકા છે . જેને જોતા મત્સ્યદ્યોગની માળખાકીય સુવિધાઓ , માછીમારોની રોજગારી અને મત્સ્ય પ્રવૃત્તિના સંદર્ભમાં જિલ્લાનું હાલનું મત્સ્ય વ્યવસાયનું ચિત્ર નિમ્ન કક્ષાનું હોવાનું રિપોર્ટમાં સુચવાયુ હતું. જયારે માછીમારોના મત પ્રમાણે વર્ષે તેઓને હિલ્સા માછલી થકી જ કરોડોનું ટર્નઓવર થાય છે .

 

બેરેજના સૂચિત રિપોર્ટમાં 21 ગામોમાં કુલ 2520 માછીમાર કુટુંબો વસે છે જેની કુલ વસ્તી 12638 હોવાનું દર્શાવાયુ છે. સાથે જ માછીમારોની કુલ વસ્તીના 50 ટકા જ સક્રિય માછીમારો હોવાનું પણ તાકવામાં આવ્યુ છે . મત્સ્ય સાધનોની ઉપલબ્ધિમાં દરેક કુટુંબ અંદાજે 50 જાળ ધરાવે છે અને 20 ટકા કુટુંબો યાંત્રિક કે બિનયાંત્રિક હોડીઓ ધરાવતા હોવાનો રિપોર્ટ રજુ કરાયો હતો. જયારે માછીમારોના જણાવ્યા મુજબ જિલ્લામાં 25 હજારથી વધુ પરિવારો હોવાની કેફિયત રજુ કરાઈ રહી છે.

(3:45 pm IST)