Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા યોજાયેલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસની સ્પર્ધામાં વિરમગામના સ્પર્ધકો ઝળક્યા

સેજલ દલવાડી 93 KG ગૃપ કેટેગરીમાં પ્રથમ નંબરે, નરેન્દ્રકુમાર સીતાપરા 84 KG ગૃપ કેટેગરીમાં તૃતિય નંબરે અને આશિષ અડાલજા 62 KG ગૃપ કેટેગરીમાં તૃતિય નંબરે વિજેતા બન્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ ખાતે તારીખ : 29/08/2021 ને ૨વિવારના દિવસે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા યોજાયેલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસની સ્પર્ધામાં વિરમગામના નંદુ ફિટનેશ પોઈન્ટના ટ્રેનર નરેન્દ્રકુમાર સીતાપરા 84 KG ગૃપ કેટેગરીમાં તૃતિય નંબરે વિજેતા બનેલ છે જેમાં તેઓને બ્રોન્ઝ મેડલ અને સર્ટીફીકેટ મળેલ છે. તેમજ  જીમના અન્ય સભ્ય સેજલ દલવાડી 93 KG ગૃપ કેટેગરીમાં પ્રથમ નંબરે ગોલ્ડમેડલ અને સર્ટીફીકેટ મળેલ છે. તેમજ  જીમના અન્ય સભ્ય આશિષ અડાલજા 62 KG ગૃપ કેટેગરીમાં તૃતિય નંબરે વિજેતા બનેલ છે જેમાં તેઓને બ્રોન્ઝ મેડલ અને સર્ટીફીકેટ મળેલ છે. તેમ વિરમગામના નંદુ ફિટનેશ પોઈન્ટના ટ્રેનર નરેન્દ્રકુમાર સીતાપરાએ જણાવ્યું હતું.

(3:03 pm IST)