Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદના શાહીબાગમાં ચાલુ કન્સ્ટ્રક્શને કોબ્રા સાપ નીકળતા અફરાતફરીનો માહોલ

એનીમલ લાઈફ કેર દ્વારા સાપને રેસક્યું કરાતાં લોકોએ રાહત અનુભવી

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાં અવાર-નવાર સરિસૃપ પ્રાણીઓ બહાર આવતા નજરે પડે છે. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં કોબ્રા સાપ નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. એનીમલ લાઈફ કેર દ્વારા સાપને રેસક્યું કરાતાં લોકોએ રાહત અનુભવી હતી. 

મળતી માહિતી મુજબ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કામ કરતાં મજૂરોને સાપ નજરે પડ્યો હતો. સાપ દેખાતા મજૂરોના શ્વાસ અધર થઈ ગયા હતા. એનીમલ લાઈફ કેરમાં સાપની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. અને સાપને રેસક્યું કરવાની કામગીરી હાથ ધરી હતી. સાપ રેસક્યું થતાં મજૂરો ભયમુક્ત થયા હતા. 

એનીમલ લાઈફ કેરના વિજય ડાભીએ જણાવ્યુ હતું, કે શાહીબાગ વિસ્તારમાંથી રેસક્યું કરવામાં આવેલો સાપ કોબ્રા હતો. ઘરમાં કામ ચાલુ હોવાથી સાપ માટીના ઢગલામાં છુપાયેલો હતો. અડધો કલાકની જહેમત બાદ સાપ રેસક્યું કરાયો હતો. રેસક્યું કરાયેલા સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે.

(2:27 pm IST)