Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સુરતમાં કોસ્મેટિકની દુકાનમાં Paytmનો ફેક સ્ક્રિનશોટ બતાવી બંટી-બબલી રૂ.13700 નો સામાન લઈ ફરાર

ઠગબાજો ની નવીવપોડ્સ ઓપરેન્ડી સામે આવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી

સુરત વેસુ વિસ્તાર માં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને ગઠિયો રૂપિયા 13700નો કોઇસ્મેટિક સરસમાનની ખરીદી કરી ઓનલાઇન ચૂકવવાનું કહી રૂપિયા નહિ ચૂકવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઠગબાજો એ પે-ટીએમ કરી સક્સેસફુલીનો - સ્ક્રીનશોર્ટ બતાવી રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહી ચાલી ગયા બાદ છેતરપિંડી થઈ હોવાનું વેપારીના ધ્યાને આવ્યું હતું. ઠગબાજો ની નવીવપોડ્સ ઓપરેન્ડી સામે આવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજુભાઇ અરજણભાઇ મ્યાત્રા (રહે પીપલોદમાં રાજહંસ થિયેટરની પાછળ મિલાનો હાઈટ્સ) એ જણાવ્યું હતી કે તેઓ કોઇસ્મેટીકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસુમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ એક્સ ઝોલ શોપર્સમાં તેઓ ફેંટાસુઈ કલેક્શન નામથી દુકાન ધરાવે છે. ગત તારીખ 27 મી ના રોજ રાત્રે એક મહિલા અને એક યુવક દુકાનમાં કોસ્મેટિક સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા. બંનેએ ભેગા મળી દુકાનમાંથી કુલ 13700 રૂપિયાના સામાનની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ તેઓએ પેમેન્ટ પે-ટીએમથી ચૂકવવાનું કહ્યું હતું, બાદમાં બંનેએ 13700 રૂપિયા પે-ટીએમ કરવાની તેની સામે પ્રોસેસ કરી પેમેન્ટ સકશેશ ફુલી થયેલાનું બતાવી ખોટો મેસેજ મોકલી વિશ્વાસમાં લઇ શોપમાંથી સ૨ સામાન લઇ નીકળી ગયા હતા. જોકે પાછળથી જાણ થઇ હતી કે તેના ખાતામાં પૈસા આવ્યા નથી. જેથી તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:14 pm IST)