Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

નંદ ઘેર આનંદ ભયો : યાત્રધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો

: રાત્રે 12 વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠશે. :ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે અને ર૦૦ ભકતજનોને જ ક્રમાનુસાર મંદિરમાં દર્શન કરવાની સૂચના : સવારે ૬:૩૦ વાગ્યે નીજ મંદિર ખુલીને ૬:૪૫ મિનિટે મંગળા આરતી : સાંજે ૪-૪પ કલાકે નિજ મંદિર ખુલીને પ વાગ્યે ઉત્થાપન આરતી થઇ શયનભોગ અને સુખડી ભોગ થઇને દર્શન ખુલ્લા રહેશે

ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં સોમવારે જન્માષ્ટમી પર્વ કોરોના ગાઈડલાઈન મુજબ યોજાશે. જેમાં ડાકોર મંદિર વહીવટી તંત્રએ જન્માષ્ટમી પર્વ ઉજવણી માટેની તૈયારીઓ હાથ ધરી છે.આ દરમ્યાન કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે અને ર૦૦ ભકતજનોને જ ક્રમાનુસાર મંદિરમાં દર્શન કરવાની સૂચના સાથે જન્માષ્ટમી પર્વ ઉજવણીની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા તા. ૩૦ ઓગસ્ટ,ર૦ર૧ને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઠાકોરજીના દર્શનનો સમય નકકી કરાયો છે. જેમાં સવારે ૬:૩૦ વાગ્યે નીજ મંદિર ખુલીને ૬:૪૫ મિનિટે મંગળા આરતી થશે. ત્યારબાદ રાજભોગ દર્શન થઇને અનુકુળતાએ ઠાકોરજી પોઢી જશે. ત્યારબાદ સાંજે ૪-૪પ કલાકે નિજ મંદિર ખુલીને પ વાગ્યે ઉત્થાપન આરતી થઇ શયનભોગ અને સુખડી ભોગ થઇને દર્શન ખુલ્લા રહેશે

  રાત્રે ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. સેવા થઈ મોટો મુગટ ધરી પ્રભુને પારણે બેસાડી આરતી કરવામાં આવશે. વહેલી સવારે ૪ થી ૫ વાગ્યાની આસપાસ મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. આ કાર્યક્રમ દરમિયાન નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠશે.

(9:05 am IST)