Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સાબરકાંઠાના ઇડર અને પોશીના તાલુકામાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજાનું હેત વધારે વરસ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોના વરસાદ પડ્યો છે. જ્યાં મેઘમહેર જોવા મળી છે તેમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના મેઘરજ તથા શામળાજી પંથકમાં મેઘરાજાએ સવારી કરી હતી.જ્યારે સાબરકાંઠાના ઇડર અને પોશીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

(9:42 pm IST)