Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સુરતમાં દહેજની માંગ પુરી ન થતા પરિણીતાને ઢોરમાર મારી મોતનેઘાટ ઉતારનાર માતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:સ્વીફ્ટ કારની માંગણી નહીં સંતોષાતા નેવી કર્મચારી અને તેની માતાએ ડીંડોલીની યુવાન પરિણીતાને ગડદાપાટુનો માર મારી હત્યા કરી હતી. ડીંડોલી પોલીસે પરીણિતાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસૂત્રો તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીંડોલી મિલેનીયમ  પાર્કની બાજુમાં સાકાર પેલેસ ઇ-૫૦૪માં રહેતા અને નેવીમાં ફરજ બજાવતાં પ્રદીપ ઉપાધ્યાયની પત્ની શ્રુતિ (ઉ.વ. ૨૩)  ગત સોમવારે સાંજે ઘરમાં ભેદી રીતે બેભાન થતાં તેનો પતિ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયો હતો. જો કે, ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોણા બે વર્ષના લગ્નજીવનમાં નિઃસંતાન શ્રુતિના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, તેની બરોળ ફાટી ગઇ હતી અને પેટમાં હેમરેજ થયું હતું તેમજ કિડનીની આસપાસ લોહી જામેલું હતું. 

 

(5:40 pm IST)