Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમદાવાદના નારણપુરામાં ડોક્ટરની પત્નીને બેડમિંટનના કોચ ભગાડી ગયા હોવાની ફરિયાદ

અમદાવાદ:નારણપુરામાં રહેતા અને વસ્ત્રાપુરમાં દવાખાનુ ધરાવતા ડોક્ટરની પત્ની બેડમિન્ટનના કોચના પ્રેમમાં પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડૉક્ટરે પોલીસ સ્ટેશનમાં પોતાના પત્નીને કોચ ભગાડી ગયો હોવાની ફરિયાદ કરતાં પોલીસે કોચની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીના મોબાઇલમાંથી કોચ સાથેના બિભત્સ ફોટા મળતાં ભાંડો ફૂટયો હતો.

આ કેસની વિગત એવી છે કે નારણપુરામાં રહેતા અને વસ્ત્રાપુરમાં દવાખાનું ધરાવતા ડોક્ટર બે બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા છે. શરુઆતમાં પત્ની સર્વિસ કરતી હતી ત્રણ વર્ષ નોકરી કર્યા બાદ નોકરી છોડીન ઘરકામ કરતી હતી. ડોક્ટરની દિકરીને બેડમિન્ટનમાં રસ હોવાથી ચાંદખેડામાં આવેલા બેડમિન્ટના કોચિંગ ક્લાસમાં મૂકી હતી દીકરીને તેની માતા મૂકવા તથા લેવા જતી હોવાથી કોચ સાથે મિત્રતા થયા બાદ પ્રેમમાં પડી હતી.

(5:40 pm IST)