Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ખેડામાં પોલીસે દરોડા પાડી 12 ઈસમોને ઝડપી પાડ્યા

ખેડા:કાગડાપીઠ તેમજ માતર તાલુકાના મલીયાતજમાંથી પોલીસે રાત્રે જુગારનો દરોડો પાડી ૧૨ ઈસમોને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા ટાઉન પોલીસે રાત્રીના એક વાગ્યાના સુમારે દરોડો પાડતા કાગડાપીઠમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર જણાં ઝડપાઈ ગયા હતા. જેમાં વિનોદભાઈ ડાહ્યાભાઈ પટેલ, સંજયભાઈ અરજણ વાઘેલા, ભાવેશભાઈ કાનજીભાઈ નાયક તથા રાકેશભાઈ ધીરૂભાઈ ભાવસારનો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપરથી રૂપિયા ૧૭૦, અંગજડતીમાં રૂપિયા ૫૦૧૦ તેમજ તેમજ મોબાઈલ નં.૪ રૂપિયા ૧૩,૫૦૦ના મળી કુલ રૂપિયા ૧૮૬૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઉપરાંત માતરની સીપીઆઈ પોલીસે મલીયાતજ તાબેના કેવલપુરામાં રાત્રીના સવા એક વાગ્યે રેઈડ કરી હતી. આ દરોડા દરમિયાન પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા લ-મણભાઈ સુરસિંહ ગોહેલ, રમેશભાઈ આત્મારામ, લાલજી દશરથભાઈ, સામંતભાઈ છોટાભાઈ, ધર્મેન્દ્રભાઈ અંબાલાલ, વાઘજીભાઈ છગનભાઈ ગોહેલ તથા વિજય ઉમેદભાઈ વાઘેલા તેમજ રમેશ ભીખાભાઈ ગોહેલનો ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે સ્થળ પરથી પત્તા પાના, જુગાર રમવાના સાધનો દાવ ઉપરથી રૂપિયા ૮૮૦, અંગ જડતીમાંથી રૂપિયા ૫૧૯૦ મળી કુલ રૂપિયા ૬૦૭૦ રોકડા કબજે કર્યા હતા. આ બનાવ અંગે માતર પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:40 pm IST)