Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડ : નાયબ રાજ્ય વેરા કમિશનરથી લઈને કારકુન સુધીના 36 કર્મચારીઓની બદલી

અમદાવાદ જિલ્લા પંચાયતના 7 કરોડના નકલી બિલ કૌભાંડમાં હિસાબી અધિકારી હાર્દિક પ્રજાપતિને ફરજ મોકૂફ કરવા અને તપાસના આદેશ આપતા નીતિનભાઈ પટેલ

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહત્વના નિર્ણય કરતા ભાવનગરમાં જી.એસ.ટી. ના બોગસ બીલીંગ કૌભાંડમાં તપાસ બરોબાર થાય તથા રેકર્ડ સાથે ચેડા ના થાય અને તપાસને અસર ન થાય તે માટે નાયબ રાજ્ય વેરા કમિશનરથી શરૂ કરીને સીનીયર કારકુન સુધીના ૩૬ અધિકારીઓ / કર્મચારીઓની ભાવનગરથી તાત્કાલિક બદલી કરવા આદેશ આપ્યો છે

 આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદ જિલ્લા પંચાયતના રૂ. ૭ કરોડના ડુપ્લીકેટ બીલ કૌભાંડમાં જવાબદાર એવા હિસાબી અધિકારી વર્ગ - ૧ હાર્દિક પ્રજાપતિને તાત્કાલિક અસરથી કરજ મોકુક કરવા તથા સમગ્ર પ્રકરણની તપાસ કરવાના આદેશ આપ્યા છે

(8:24 pm IST)