Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ફરી છેડછાડ કરેલી ટિકિટ પકડાઈ

સુરતના વધુ એક ટ્રાવેલ એજન્ટે પ્રવાસીઓને ટિકિટના દર વધારીને ટિકિટ પધરાવી દીધી : 7 વયસ્ક અને 5 બાળકની ટિકિટમાં છેડછાડ

રાજપીળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ફરી એકવાર છેડછાડ કરેલી ટિકિટ પકડાઈ છે.સુરતના વધુ એક ટ્રાવેલ એજન્ટે પ્રવાસીઓને ટિકિટના દર વધારીને ટિકિટ પધરાવી હોવાનું સામે આવ્યું છે. આજે 12 જેટલી છેડછાડ કરેલી ટિકિટો પકડાઈ છે.

 પ્રાથમિક માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી એજન્ટ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી  તરફથી કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી છે. 7 વયસ્ક અને 5 બાળકની ટિકિટમાં છેડછાડ કરાઈ હોવાનું ખુલ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જાગૃત સ્ટાફે આ ટિકિટ ઝડપી પાડી હતી. એજન્ટે વધુ પૈસા કમાવવાની લાલચમાં મૂળ ટિકિટમાં 30 રૂપિયા ઉમેર્યા હતા. ટ્રાવેલ માર્ક ટ્રાવેલ્સ કંપનીએ ટિકિટમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હાલ Sou ઓથોરિટીનાં કોન્સ્ટેબલ શાંતિલાલ તડવીએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

(7:22 pm IST)