Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ખેડા:નડિયાદ એસ.ઓ.જી ટીમે ઇન્દોર-અમદાવાદ હાઇવે નજીકથી નીલગીરીની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ: ખેડા-નડિયાદ એસ.ઓ.જી ટીમે ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ ફુલછત્તરપુરા ગામની સીમમાંથી નીલગીરીની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. આ બનાવ અંગે ટ્રકના ડ્રાઇવરને રાઉન્ડઅપ કર્યા છે.

ેસ.ઓ.જી ટીમ કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પર આવેલ ફુલછત્તરપુરા ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાલાસિનોર તરફથી આવતી એક ટ્રકમાં નીલગીરીના લાકડાના ટુકડા ભર્યા હતા. જે અંગે પોલીસ ટીમને શંકા જતા પૂછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસ ટીમ ટ્રકને કઠલાલ પોલીસ મથકે લઇ આવ્યા હતા. જ્યા લાઇટના અજવાળે ટ્રકની તલાસી લેતા ટ્રકમાં બનાવેલ ગુપ્તખાનામાંથી મોટી સંખ્યામાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ મળી કુલ બોટલો નંગ-૩૭૦૮ કિ. રૂા. ૬, ૨૨, ૮૦૦,  ટ્રકની કિ.રૂા. ૫, ૦૦,૦૦૦, મોબાઇલ ફોન કિ. રૂા. ૫, ૦૦૦, રોકડ રકમ રૂા.૨૪૬૦,ટ્રકમાં ભરેલ લાકડાના ટુકડાની કિ. રૂા. ૫,૦૦૦ એમ મળી કુલ રૂા.૧૧,૩૫,૨૬૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે એસ.ઓ.જી ટીમની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે અર્જુનભાઇ બંસીલાલ જાટ રહે,નપાવલી ગામ નટ વસ્તી,બદેસર જી,ચીતોડગઢ રાજસ્થાનની વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)