Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અરવલ્લીમાં પંચાયતની બિલ્ડિંગમાં છત અને સીડી ધરાશાયી થતા તેનો વીડિયો વાયરલ થયોઃ પંચાયતનું નવું ભવન બને તે પહેલા જ તૂટી ગયું

ગ્રામજનોએ હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરાયોનો કર્યો આક્ષેપ

અરવલ્લીમાં પંચાયત ભવનની કામગીરીને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, માલપુરના કાસવાડા ગામે નવા પંચાયત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરતું નવું ભવન બને તે પહેલા જ તેમાં ક્ષતિ હોવાનું સામે આવ્યું છે. પંચાયતની બિલ્ડિંગમાં છત અને સીડી ધરાશાયી થતા તેનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

નિમ્ન ગુણવત્તાની કામગીરી છતી થઇ

નવા પંચાયત ભવનનું નિર્માણ કાર્ય થઈ રહ્યુ છે ત્યારે હલકી ગુણવત્તાનું કામ થતા પંચાયત ભવનની છત અને સીડી ધરાશાયી થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે કે પંચાયતના મકાનના કામમાં ગેરરીતિ કરવામાં આવી છે અને નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતા સામાન પણ હલકી ગુણવત્તાનો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લાગ્યો છે. સમગ્ર મામલે ન્યાયીક તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. 

(5:37 pm IST)